? કમાણી પર્યાપ્ત ન હોય ત્યારે ખર્ચામા લિમીટ રાખવી..અને
જાણકારી પર્યાપ્ત ન હોય ત્યારે ચર્ચા માં લિમીટ રાખવી..!
?ફળ-ફુલ બધુ આપ્યા કરે છે છુટથી..
શું આ વૃક્ષને કોઇ વારસદાર નથી..?
?ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે..
પણ હું સમજુ છું ત્યાં સુધી..
ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે..!
? એકબીજા વિશે બોલવાને બદલે એકબીજા સાથે બોલો...
બધી વાતો સરળ થઈ જાશે...!
?શબ્દ શણગારી પણ દે અને સળગાવી પણ દે..!
?♀નવુ કોઇ ના મળે તો ચાલશે, મળેલા ખોવાઇ ના જાય તે જો જો...
?ખોવાઈ ગયેલ વ્યક્તિ મળી શકે..
પણ બદલાઈ ગયેલ વ્યક્તિ કયારેય મળતી નથી..!
??♀એ સમય જ અલગ હતો..
મકાનો *કાચા* હતા..
પણ માણસો *સાચા* હતા..!
⛑ જીભ પરની ઈજા સૌથી પહેલા રુઝાઈ છે એવું મેડીકલ સાયન્સ કહે છે..
પણ જીભથી થયેલી ઈજા જીવનભર રુઝાતી નથી એવું અનુભવ કહે છે..!
?બધું કરી શકતો હોય એ વ્યકિત પણ..
જતું નથી કરી શકતો..!
? માણસ સારા હતા...
આ શબ્દ સાંભળવા માટે મરવુ પડે છે..!
?દુઃખ ને પોતાનો ગુરૂ માની લો..
સુખ તમારી પાસે ભણવા આવશે..I