બે સિંહ હતા. એક યુવાન અને એક ઘરડો. બન્ને ને બહુ સારી દોસ્તી હતી.એક દિવસ એમની વચ્ચે ગેરસમજ ઉભી થઈ. બન્ને એક બીજા ના દુશ્મન બની ગયા.
એક દિવસ ઘરડા સિંહ ને ૨૫-30 કૂતરાએ ઘેરી લીધા અને તેમને બચકા ભરવા લાગ્યા. ત્યારે પેલો યુવાન સિંહ આવી ત્રાડ પાડી બધા કૂતરાઓ ને ભગાડી દીધા. અને ત્યાંથી ચાલ્યો ગયો.
આ બધુ જોઈ રહેલા અન્ય સિંહે પેલા યુવાન સિંહ ને પુછ્યુ કે તમે એક બીજા સાથે વાત પણ નથી કરતા તો પછી તમે એ સિંહે ને બચાવ્યા કેમ ?
ત્યારે એ સિંહે કહ્યુ નારાજગી ભલે હોય પણ સમાજ મા એવી કમજોરી પણ ન હોવી જોઇએ કે કૂતરા ફાયદો ઉઠાવી જાય...?