કોઈને હું પામી ગુમાવી ચૂક્યો છું ,
જગતથી ભરોસો ઉઠાવી ચૂક્યો છું ,
ખુશીથી જજે જિંદગી તું ય ચાલી ,
તને જયારે વિશ્વાસ મારો ન આવે .
હતું કોણ સાથે અને ક્યાં હતો હું ,
ન કહેજે કોઈને ભલી ચાંદની તું ,
સિતારા કરે વાત ગઈ રાતની તો ,
કહેજે કે ઉલ્લેખ મારો ન આવે .
#ગની_દહીંવાળા