આસ્થા અને ધર્મ તેમજ પાપ અને પુણ્ય.
જે વિચાર મનન અને ચિંતન પછી હૃદયસ્થ થયો હોય તેનું નામ આસ્થા.
જે વિચાર ચિંતન અને મનન કર્યા વિના સ્વકારેલ હોયતે અંધ વિશ્વાસ , અંધ શ્રધા ,અને અંધ આસ્થા,
જે વિચાર જીવનનું પરિવર્તન કરી નાખે અને કરે તેનું નામ સત્ય ધર્મ .
જે વિચાર ,આસ્થા જીવનનું પરિવર્તન ન કરી શકે તે અધર્મ. અને અંધ વિશ્વાસ
જે કર્મ જાગૃત અવસ્થામાં કરેલું હોય તે પુણ્ય દાયક.
જે કર્મ અજાગૃત અવસ્થામાં કરેલ હોય તે પાપ યુક્ત
ધર્મનો અર્થ સત્યનું આચરણ જ્યાં સત્યનું આચરણ નથી ત્યાં અધર્મ ..
જે આચરણ શાંતિ ,સુખ અને આનંદની ઉપલબ્ધી ન કરાવે તે અધર્મ
જે કર્મ કરતા સંતોશ ન મળે તે વેઠ છે.
જે કર્મમાં ફળ પકડે તે પડે ને જે ફળ છોડે તે ચડે.
જીવનમાં આસક્તિ મોહ અહંકાર રાગદ્વેષ અને ઈચ્છા એજ દુઃખ,
ઉપભોગ માંથી ઉપયોગમાં સ્થિરતા એજ શાંતિનો અને સુખનો માર્ગ,
કર્મ છોડાય નહી પણ નિષ્કામભાવ અને ફળની આશા છોડી કરતા જ રહેવું .
ચાલો આપણે ક્યા ઉભા છીએ તે તપાસીએ ?