*ઇરછા*
આ ઇરછાઓ નો અંકુર ફૂટ્યા કરે,
પાણી ખાદ વિના અનંત વધ્યાં કરે.
જીવન ઝાઝું ટકે એવી ઇચ્છા કરે,
જીવ જાતાં જાતાં સ્વર્ગની ઇરછા કરે.
ઇરછાના બાગમાં ફૂલો ખીલ્યાં કરે,
ફળ અને પર્ણ પાકી ને ખરયા કરે.
નર કહે ઇરછમાં જીવ ભટક્યા કરે,
લખ ચોરાસી ફેરા કેવા ફર્યા કરે.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા,કરછ.