લોકો કહે છે, મહાદેવ તમે છો મૃત્યુના દેવતા
મૃત્યુંજય,શિખવજો મને મરતા પહેલા જીવતા
સમુદ્રમંથન વખતે પીધા હતા તમે ઝેર
નિલકંઠ, શિખવજો મને ભૂલતા વેર-ઝેર
કરી તાંડવનૃત્ય, તમે ઝીલ્યાતા મા ગંગા
આવવા ના દેશો મારામાં વિચારો ગંદા
ભોલેનાથ તમે છો દિલથી એકદમ ભોળા
શીખવજો મને પણ સરળ થવાની કળા
શું કામ કરું ભક્તિ તારી કોઈ મતલબથી
જીવું છું તારા શરણમા બસ તબિયતથી
-- Priten ??