Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સદવિચાર સદાચાર બની જાય તો સોનામાં સુગંધ ભળે.
માનવીને ભૂલ પોતાની સમજાય તો સોનામાં સુગંધ ભળે.

માનવ અવતાર એ જ સદભાગ્ય આપણું માનવું રહ્યુંને,
ઉઠતું અહમ્ બસ ઓગળી જાય તો સોનામાં સુગંધ ભળે.

પરમેશ દેખાય છે આપણને મંદિરોને તીર્થધામોમાં સદૈવ,
જનેજનમાં જો જનાર્દન પરખાય તો સોનામાં સુગંધ ભળે.

કરીએ કામ માનવતાનાં જ્યાં લગી તનમાં હોય શ્વાસ,
ક્યાંય કદી દુશ્મન કોઈ ન દેખાય તો સોનામાં સુગંધ ભળે.

સાંભળી પ્રશંસા કોઈ મુખે ના પ્રસન્નતા ચ્હેરે નજરાય,
નિજનિંદા સાંભળી ઉદ્વેગ ન થાય તો સોનામાં સુગંધ ભળે.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111103582
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now