Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મનથી શરુ કરી ઉર સુધી જવું નામ એનું ઉત્સવ.
અસ્તિત્વ આપણું બીજામાં ખોવું નામ એનું ઉત્સવ.

આપણાં અવગુણો ગણી સવાયાને દૂર કરવાનાને,
અવરનાં છિદ્રોને ઢાંકતા રહેવું નામ એનું ઉત્સવ.

ઊંચાઇ બીજાની આંબવા ટીકાથી દૂર રહેવું એની,
કરી વિકાસ સ્વયંનો એવું થવું નામ એનું ઉત્સવ.

પર સેવાને પરસેવાથી ના રહેવું દૂર ક્યારેય કદીએ,
ફળ સખત મહેનત તણું ચાખવું નામ એનું ઉત્સવ.

ઠીક છે પરમપિતાને આપણે યાદ કરતા હરહંમેશ,
એ આપણને યાદ કરે એવું કરવું નામ એનું ઉત્સવ.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111103062
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now