પપ્પાને જોઈએ 'પરિણામ'.. ને
મમ્મીને જોઈએ 'હોમવર્ક' !
છે ઘરમાં 'બધું જ' છતાંય...
મને લાગે એ 'નર્ક' !!
પપ્પાને 'મોટો ઍન્જિનિયર'.. ને
મમ્મીને જોઈએ 'ડૉક્ટર' !
હું તો છું 'દીકરો'...
કે પછી 'હૅલિકોપ્ટર' ?
ભણવું મારે શું ભવિષ્યમાં..
એ નક્કી કરે છે કોણ ?
નથી હું 'એકલવ્ય' પણ...
હું છું મારો 'દ્રોણ' !!
કોણ કહેતું\'તું ગાંધીજીને કે..
રાષ્ટ્રપિતા કેમ બનાય !
'મારે તો થવું છે માણસ'...
કહો પિતાજી, કેમ થવાય ?
સ્કૂલ છે કે કતલખાનાં આ..
જ્યાં લાગણી રોજ દુભાય !
'લાગણી વગરનાં બાળકો' તો...
'રમકડાં' જ કહેવાય !