બંધન અને મોક્ષનું કારણ છે મન.
સુખ અને દુઃખનું તારણ છે મન.
પરિસ્થિતિ સુખી ના કરી શકતી,
ગમે તેવા દુઃખનું નિવારણ છે મન.
અનુકૂલન જો સાધી શકાય કદી
વિપરીત સંજોગોનું મારણ છે મન.
જાગૃત,સુષુપ્ત,તુરિયાને સમાધિ,
શક્તિ તણું એ જાગરણ છે મન.
આમ તો સૌ સજ્જન છે અહીં,
સારા કે નરસાનું એ વરણ છે મન.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.