18-02-2019 હવે તો યુદ્ધ એજ કલ્યાણ
(શહિદો ના પરિવારો ના આંસુ લુછાય એ પેહલા...
એમની શ્ર્રધ્ધાંજલી મા સળગાવેલી મિણબત્તી બુજાય એ પેહલા...
લોકો આ ઘટના ભુલી પાછા પોતાના લાઇફ મા વ્યસ્ત થાય એ પેહલા...)
શોધુ છુ એ મહાભારત ના મહાનાયક ને...
શોધુ છુ એ ક્રિષ્ન ને...
એ મહાનાયક ને જેને દુષ્ટ મામા નો વધ કર્યો
એ મહાનાયક ને જેને યુધિષ્ઠિર ની રાજયસભા મા ભાઇ શિશુપાલ નુ મસ્તક વિધ્યુ.
એ મહાનાયક ને જેને પોતાની જ પ્રતિજ્ઞા તોડી ભિષ્મ ના પ્રાણ લેવા દોડ્યા.
એ મહાનાયક ને જેે દુશ્મન ના ઘરે શાંતીદુત બની ને તો ગયા પણ શાંતિ ના ઇચ્છતા અધર્મીઓ ને એમની જ સભા મા કેહનાર...
"કહો પાર્થ ને ચઢાવે બાણ
બસ હવે તો યુદ્ધ એજ કલ્યાણ"
(પુલ્વામા માં શહિદ થયેલ જવાનો ને દિલ થી શ્ર્રધ્ધાંજલી)