●▬▬▬▬▬◆ஜ۩۞۩ஜ◆▬▬▬▬▬●
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.
એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.
એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની
.................................................................
આજે ઝવેરચંદ મેઘાણીની કવિતાના શબ્દો યાદ આવી ગયા..અશ્રુભીની તમામ સપૂતોને મારી શ્રદ્ધાંજલિ...?
· · · · · · · • • • • • • • ✤ • • • • • • • • • · · · ·
●▬▬▬▬▬◆ஜ۩۞۩ஜ◆▬▬▬▬▬●
*SHiV*