*???હેપ્પી વેલેન્ટાઈન્સ ડે???*
*❤જો તું મને મળે❤*
*દિન-રાત ખુદાની કરેલી એ બંદગી જો મને ફળે.*
*ઈંશા-અલ્લાહ અગર તોહફામાં જો તું મને મળે.*
*ચાહે છવાઈ જાય અંધકાર આ પુરી કાયનાત પર ,*
*બસ તારા-મારા પ્રેમનો સદાય એ દીપક ઝળહળે.*
*આઘોષમાં લઇ લઉં તને હું કંઈક એવી રીતે,*
*જેમ નદીઓ નિસ્વાર્થપણે સાગરમાં જઇ ભળે,*
*પરવરદિગારનો હાથ મુજ પર કંઇક એવો પડે,*
*માંગું દીદાર દુઆમાં તારો ને હકીકતમાં તું મળે.*
*ખોવાઈ જાઉં “નિર્દોષ” તુજમાં કંઈક એવો કે,*
*જો દર્દ તુજને થાય તો દિલ મારું ભડકે બળે.*
*✍?-મયુર દેસાઈ “નિર્દોષ”✍?*