આ ડાળ ડાળ જાણે છે રસ્તાં વસંત ના,
ફૂલો એ બીજુ કંઇ નથી પગલા વસંત ના.
મલયાનીલો ની પીંછીં ને રંગ ફુલો ના લૈ
દોરી કોણ રહ્યૂ છે નક્શા વસંત ના !!!
આ એક તારા અંગે ને બીજો ચમન મહિ
જાણે કૅ પડી ગયા ફાંટા વસંત ના..!
મહેકી રહી છે મંજરી એક એક આંસુ મા
મહોર્યા છે આજ આંખ મા આંબા વસંત ના..!!
ઉડી રહ્યા છે યાદ ના અબીલ ને ગુલાલ
હૈંયે થયા છે આજ તો છાંટા વસંત ના..!!
ફાંટું ભરીને સોનુ સૂરજ નુ ભરો હવે..
પાછા ફરિ ન આવશે તડકા વસંત ના..!!