Gujarati Quote in Blog by Ravina

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બસ પ્રેમ કરો.. ઘણો કરો.. બધી હદો વટાવીને કરો..! વસંતનું આગમન એટલી પ્રેમી હૈયાઓનો તો જાણે તહેવાર આવ્યો. ફેબ્રુઆરી મહિનો શરૂ થાય એટલે જાતજાતના ખિસ્સા ખાલી થાય એવા દિવસો આવે. આ દિવસો અઠવાડિયા માં જતા રહેશે. પણ પ્રેમના કોઈ દિવસો ના હોય. પ્રેમ તો જવાબદારી હોય. અત્યારે ફૂલો ને ચોકલેટ ઢગલોઓ તો કરી દેશો. પણ ઢળતી ઉંમરે, એનો કરચલી વાળો હાથ પકડી ને ચાલી શકશો? કોઈ જ ખોટા વિચાર વગર સ્ત્રીની ગરિમા જળવાય એવો પ્રેમ આજીવન આપી શકશો! ફેબ્રુઆરી આવે ને gf bf ગોતવા જવાનો તહેવાર નથી આ.. પ્રેમનો તહેવાર છે. પ્રેમ વાર, તહેવાર કે મુહૂર્ત જોઈ ને ના થાય! લગ્ન મુહૂર્ત જોઈને થાય.. પ્રેમ નહિ..! પ્રેમ બતાવવાનો વિષય જ નથી. પ્રેમ તો અનુભુવવાનો વિષય છે. પ્રેમમાં જબરદસ્તી ના હોય.. પ્રેમમાં તો ત્યાગ હોય. પ્રેમમાં મરી જવાની વાતો ના હોય. પ્રેમમાં તરી જવાની વાતો હોય. અને હા, આ વેલેન્ટાઈન એ વેલેન્ટાઈન ના મળે તો કઇ નહિ.. જે દિવસે દિલની સત્તા કોક ને સોંપવાનું મન થાય એજ દિવસ તમારો વેલેન્ટાઈન ડે... ❤️

Gujarati Blog by Ravina : 111091304
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now