આજના મારા શબ્દો મારા પરિવારને સમર્પિત.......
મારી સ્નેહની દુનિયાને સમર્પિત.......
એક સમય મારો મને એવો લાગ્યો
જાણે સૌથી વધુ એ ખરાબ લાગ્યો
દુઃખનો પ્રભાવ એટલો રહ્યો રહ્યો કે
કે સુખનો મને સતત અભાવ લાગ્યો
અને મારી સમજણ માં એ ખોટ હતી ત્યારે
કે મને સતત આફતનો ઘેરો લાગ્યો
ના સમજાયું મને કે ત્યારે સુ કરવું
પોતાની દરેક વ્યક્તિ મને છળેલો લાગ્યો
મારા પરિવારજન મારી સાથે હતા તોયે
એમનો સાહકાર કાયમ મને ઓછો લાગ્યો
નાદાન હતી કે હુન સમજી સે સ્નેહને
કોકદી એ સ્નેહમાં મને સ્વાર્થ લાગ્યો
તોય મને સતત સંભાળી વિશ્વાસ આપ્યો
અને મારી દુઃખની ભાગીદારીનો હક માંગ્યો
આજે સમજાય છે મને મારા પૂર્વગ્રહો
કે શા માટે આવો સ્વાર્થ રાખ્યો
માફી માંગુ હું મારા દરેક પ્રિયજનની
તમારું દિલ દુઃખવ્યાની મને માફી આપો
દરે જન્મે મળે મને આ મારો પરિવાર
હે ઈશ્વર મારી આ પ્રાથના હૃદયે રાખો
બહુ ઓછા લોકોને મળેછે આવો પરિવાર
કે ઈશ્વેરે મને આ સુખનો દરિયો મારો પરિવાર આપ્યો......