ક્યારેક પ્રારબ્ધનો વિકલ્પ બની જાય છે પરિશ્રમ.
તો ક્યારેક એ નસીબનો પૂરક જણાય છે પરિશ્રમ.
કાળમીંઢ પથ્થરમાં પણ પ્રાણ પ્રગટાવનારો છે એ,
જાણે કે સફળતાનો ભાઈબંધ ગણાય છે પરિશ્રમ.
કાળા માથાનો માનવી શું ન કરી શકતો પ્રયત્નથી?
પ્રસ્વેદબળે યશભાજન આખરે થાય છે પરિશ્રમ.
ઇશ પણ એને કરે સહાય જે પુરુષાર્થ અનુસરે,
સફળતા આપી માનવીને હરખાય છે પરિશ્રમ.
પરિશ્રમ પાસે કિસ્મત બિચારું સાવ રાંકડું છે,
યૌવનનો દોસ્ત બની રખેને મલકાય છે પરિશ્રમ.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '