Gujarati Quote in Whatsapp-Status by Shefali

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ પળ ખાસ હતી, જ્યારે હું બેઠી હતી મહેંદી રચાવી તારા નામની,
સોળે શણગાર સજી તારા મિલનની
આસમાં,
મનમાં ઓરતા લઈ તારા થવાની
પ્યાસમાં..!

માંડવો શણગાર્યો હતો, શરણાઈ ના સૂર
રેલાતા હતા,
જાનૈયા નાચતા હતા અને બેન્ડ પણ
વાગતા હતા,
મનમાં અગણિત ઈચ્છાઓ હતી અને અનેરા શમણાંઓ ઉગતા હતા..!

મંગળ ગીતો ગવાતા હતા, ને રીત રિવાજો ને રસમો ના પ્રસંગ પાર પડતા હતા,
છેડા છેડી બંધાયા હતા, ને શુભ આરંભના એંધાણ વર્તાયા હતા,
એકબીજાના હાથમાં હાથ હતા, ને ફેરાના જ હવે તો વારા હતા..!

એટલામાં, કાનમાં આવી દિયર શું ગણગણ્યા, ને છોડાવી તમે છેડા છેડી ની ગાંઠ હતી,
છાતી તમારી તંગ હતી, છતાં પણ આંખમાં એક કશ્મકશ હતી,
આખરે ભારતમાની જીત થઇ, ને મને પણ એની ખુશી હતી..!

તમારા વચનમાં મને શ્રદ્ધા હતી, ને એટલે જ તમારા પાછા ફરવાની મને આશ હતી,
પણ પછી તો તિરંગામાં લપેટાઈને જ તમારી આખરી વાપસી હતી,
એ પળ મારી ઈચ્છાની પણ મારણ હતી, ને મહેંદી રચાવાની ના હવે રહી કોઈ ખ્વાહિશ હતી..!

*****
Shefali Shah

Gujarati Whatsapp-Status by Shefali : 111084743
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now