કેમ કહું તને, હું તારી થઈ ગઈ...
હરણી સી ચંચળ હું સયાની થઈ ગઈ.....
પ્રેમ ના પુષ્પો એ ખીલવ્યો બાગ ત્યારે, કળી એક ખીલવાને અધીરી થઈ ગઈ......
મોજું એક એવું આવ્યું સ્નેહ થી ભર્યું, ‘કોમલ’ પ્રેમ માં ડૂબવાની તૈયારી થઈ ગઈ......
મળી જો સામ-સામે આંખો આ ચાર, મન માં સંગીત ની સરવાણી થઈ ગઈ.....
હાથો માં હાથ અને પ્રેમ થી જોડાયો પ્રેમ, જિંદગી ના મુકામ ની ખોજ પૂરી થઈ ગઈ...
આવ્યો લાગણીઓ નો ઘૂઘવતો દરિયો, હાથ અને કલમ ની મિજબાની થઈ ગઈ.....
“પ્રેમ કરું છું તુજ ને હું દુનિયા ભર નો..”, આ વાત પર વિશાખા દિવાની થઈ ગઈ...
અસ્તિત્વ ઓગળી ગયું તુજ માં મારું, ના પૂછશો કેમ હું તમારી થઈ ગઈ......