સંબંધ એટલે શું? તમારી પ્રિય વ્યક્તિ સાથેનો સંબંધ કેટલો મજબૂત છે એ .....
મને જો કોઈ સંબંધનો અર્થ કે તેની વ્યાખ્યા કહેવાનું કહે તો હું ફક્ત એક જ વાક્યમાં તેનો જવાબ આપું કે, “સંબંધ એટલે પોતાની જાત પર વિશ્વાસ, સાચવવો પડે તે નહીં પરંતુ સચવાય તે સંબંધ. સુગંધ જેવો હોય છે સંબંધ, જેને અનુભવી શકાય છે પણ પકડી શકતો નથી.” આપા જીવનમાં જ્યારે પણ કોઈ સંબંધ બંધાય છે ત્યારે ત્યારે જીવનમાં એક નવી જ દુનિયા રચાય છે.
ક્યારેક કોઈ સંબંધો વિશે કોઈ શબ્દો જ નથી હોતા અને તેના વિશે વિચરવું પણ શક્ય નથી હોતું. કોઈપણ સંબંધની સૌથી સારી બાબત એ છે કે તેને એકાંતમાં પણ મહેસુસ કરી શકાય છે, પછી એ સંબંધ કોઈપણ હોય શકે, માતા-પિતાનો સંબંધ, ભાઈ-બહેનનો સંબંધ, પતિ-પત્નીનો સંબંધ કે પછી પ્રેમી-પ્રેમિકાનો સંબંધ.
કોઈપણ સંબંધ સરળતાથી જ શરૂ થાય છે અને એ રીતે જ આગળ પણ વધે છે. સંબંધમાં જ્યારે પ્રેમની સુવાસ ભળે અને ત્યારબાદ કોઈપણ કારણસર તે સંબંધથી અલગ થવું પડે તો તેમાં માત્ર સરળતા સિવાય બીજું કશું જ ના હોવું જોઈએ. સંબંધની બાબતમાં તમે કોઈ વ્યક્તિને લાંબો સમય સુધી ના રાખી શકો, તમને કઈ વ્યક્તિ ચાહે છે અને કઈ વ્યક્તિ પસંદ નથી કરતી એ તમને આપોઆપ ખબર પડી જાય છે.