"10 લાખનો ચેક"
દિલીપભાઈ આજે મને આ કંપનીમાં 20 વર્ષ કામ કરતા થયા, પણ કોઈ દિવસ આ કંપની પાસેથી એક રૂપિયાની અપેક્ષા રાખી નથી, આજે દીકરીનાં લગ્નની કન્કોત્રી આપીશ અને એમને જણાવીશ કે હું કેટલી લૉન લઈને દીકરી પરણાવું છું, આ ઓફિસ પાસેથી તો લૉન પણ નહીં મળી. રેખાબેન અસંતોષ વ્યક્ત કરતાં સાહેબની ઓફિસે ગયા.
રેખાબેન તમને અભિનંદન, આ લો 10 લાખ રૂપિયાનો ચેક, કંપની વતી તમને ભેંટ. સુધીરભાઈએ કશું જ પૂછ્યા વગર ચેક રેખાબેનના હાથમાં મૂકી દીધો.
- મહેન્દ્ર પ્રેમી 30.1.2019