અજાણતા માં જાણીતા નો, આભાસ થઇ જાય,
એ પ્રેમ નો અણસાર છે.
મળે નજર થી નજર એવી, હૈયું ધબકી જાય,
એ પ્રેમ નો અણસાર છે.
નામ લેતા ગમતીલા નું હોઠે કંપન થાય,
એ પ્રેમ નો અણસાર છે.
જોઈ આવતા સન્મુખ સનમ ને, નજર ચોર બની જાય,
એ પ્રેમ નો અણસાર છે.
કરતા વાતો અરસ પરસ ની, ખુદમાં ડૂબી જાય,
એ પ્રેમ નો અણસાર છે.
મોકલે પ્રસ્તાવ ના પ્રેમનો કદી, તોય પારેવું જણાય,
એ પ્રેમ નો અણસાર છે.
સખા સખી ની આડે ,વાતો વહેતી થાય,
એ પ્રેમ નો અણસાર છે.
ક્યારે મળીયા દિલથી દિલ,ઓચિંતું ના સમજાય,
એ પ્રેમ નો અણસાર છે.
હોઠો માં હાસ્ય ને મુખે ખીલ ખીલાટ,
એ પ્રેમ નો અણસાર છે.
બૌ મળ્યા, ના મળ્યા, સમજી,ક્ષણ ભર ના છૂટાય,
એ પ્રેમ નો અણસાર છે.
રાધા કિશન 'ને,મીરા મુરારી,સમ શબ્દે પ્રીત વરસાઈ,
એ પ્રેમ નો અણસાર છે.
ગઝલ લખે"પ્રતીક" 'ને શબ્દ સોળે શણગી જાય,
એ પ્રેમ નો અણસાર છે.
Dp,"પ્રતીક"