Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જવાબદારીઓનું ભાન થાય છે લગ્ન થયા પછી.
વ્યવહાર તણું પછી જ્ઞાન થાય છે લગ્ન થયા પછી.

આમ તો કોઈને ગાંઠતા ન હોય યૌવનના પૂરમાં,
સહનશક્તિ કેટલી નિદાન થાય છે લગ્ન થયા પછી.

ક્યારેય ના નમતું જોખતા હોય ઝઘડાના વખતે ,
વારંવાર ઘરમાં સામાધાન થાય છે લગ્ન થયા પછી.

વાતવાતમાં ઉશ્કેરાતાને ઊંચા અવાજે બોલતા ,
રખેને એની નીચી જબાન થાય છે લગ્ન થયા પછી.

ના કરી હોય કમાઈને તાગડધિન્ના પિતાના પૈસે,
એવાને કમાવાનું નિશાન થાય છે લગ્ન થયા પછી.

ઐકવચનમાં હોય પહેલાં જે ઓળખાતા સમાજે,
સાસરીમાં એનુંય પણ માન થાય છે લગ્ન થયા પછી.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111081097
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now