Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થયું જ્યાં કર્તવ્યનું ભાન, સમયની ગાડી ઊપડી ગઈ.
હતો હું મારાંમાં મસ્તાન, સમયની ગાડી ઊપડી ગઈ.

નથી જોતો રાહ કદી ક્યારેય કોઈનીય સમય વળી,
થઈ શક્યોના હું સાવધાન, સમયની ગાડી ઊપડી ગઈ.

ખૂબ મહાલ્યોને કરી મોજમજા રંગરાગમાં આખરે,
ચૂકી ગયો જીવનનું નિશાન, સમયની ગાડી ઊપડી ગઈ.

ના સ્મર્યા શ્રીહરિ કે જેના ઉપકાર મુજ પર ઝાઝા,
ના કર્યા એનાં મેં ગુણગાન, સમયની ગાડી ઊપડી ગઈ.

રહ્યો અલિપ્ત સત્યથીને અર્થમાં બન્યો સાવ અંધ,
ના કરી શક્યો પુણ્ય કે દાન,સમયની ગાડી ઊપડી ગઈ.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111080854
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now