મારી દુલ્હન ને એ 'દોસ્ત'બીજે જતા જોઈ છે મેં,
આંખો માં આંશુ,'ને હોઠે મારુ નામ,
મને શોધતી નજર એની કેદ થતા જોઈ છે મેં.
કહેવું હતું ઘણું મારેય પણ
જાલીમોની મહેફિલમાં,
ચુપી સાધતી આંગણી એની,
હોઠે આવતા જોઈ છે મેં.
બે જીસ્મ એક જાન, કહેવાતા અમે દોસ્તો,
આજ એ પ્રાણ પખેરી જાન ને જતા જોઈ છે મેં.
પ્રેમ કેરી દઈ દુહાઈ,સુણ કહે તુને"પ્રતીક"
આજ નદીઓ ને નીર વ્હાવતા,હિમાલય માં જોઈ છે મેં.
દિનેશ,પરમાર"પ્રતીક"