English Quote in Thought by Jimmy Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક વિચાર

ઘર ની બાજુમા નવા મકાન નુ બાંધકામ ચાલતુ હતુ ત્યાં રેહતા એક મજુર દંપતી ને જોયા (કદાચ પંચમહાલ જિલ્લા નો પછાત વર્ગ જે બધે જ જોવા મળે છે ફક્ત આવા મજુરી કામ માટે)

પછી એમની લાઇફસ્ટાઇલ પર થોડો વિચાર કર્યો કે આ લોકો આપણા સમાજ મા આપણી સાથે નહી પણ આપણા કરતા કેટલા પાછળ છે.

નથી કોઇ લાઇફ નો GOAL કે
નથી કોઇ એમને શોખ
નથી કોઇ એને અમીર બનવા ની ઇચ્છા કે
નથી કોઇ સામાન્ય માણસ ની થતી ઇર્ષા.

સવાર ૫-૬ વાગ્યે એલાર્મ વગર ઉઠનાર
રોટલા અને ડુંગળી સિવાય જમવા મા બીજી કોઇ આશા ના રાખનાર.
થાકેલા શરીર ને બપોરે થોડો આરામ આપી પાછા કામ પર લાગનાર
૬ વાગે પોતાનો રોજ ચઢી જવાની ખુશી સાથે પાછો પેટ નો ખાડો પુરવા ની મથામણ મા લાગી જનાર.
અને રાતે ફાટેલી ગોદડી અને ખાલી સિમેન્ટ ની થેલી ની પથારી બનાવી કાલે સવારે પાછુ કામ પર લાગવા ની ચિંતા મા ગાઢ નિંદ્રા મા પોઢી જનાર માણસ.

એના બાળપણ ની જેમ જ એના બાળકો નુ બાળપણ રેતી મા રમવા મા જ નિકળી જાય છે.

જેમ માણસ ની ઓળખ એના બાપ થી થાય નહી કે એનુ સર્જન કરનાર વિધાતા થી.
એજ રીતે ઘર ની ઓળખ એના માલિક થી થાય છે નહી કે
મહિના સુધી પોતાના ઘર ની જેમ એ ઘર નુ સિંચન કરનાર મજુરથી.

અા લોકો ના કોઇ ઘર નથી હોતા. બસ લોકો ના સપના ના મહેલ તૈયાર કરવા મા જ પોતાનુ જીવન વ્યતિત કરી નાખે છે.

English Thought by Jimmy Jani : 111079174
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now