દૂર મારાથી રહી તો જો ,
દર્દ યાદોનું સહી તો જો .
ચૂપકીદી ક્યાં સુધી રાખીશ ,
વાત હૈયાની કહી તો જો .
હું વહું છું પ્રેમમાં તારા, તેમ ,
પ્રેમ સાગરમાં વહી તો જો .
ચાહતની સીમા બધી ઉલ્લંઘી ,
મુજની માફક ચહી તો જો .
યુગો યુગોથી હું તડપું છું ,
પ્રેમમાં તરસ્યાં રહી તો જો.