મનગમતા સ્મરણ પણ છાપી શકાય,
કાશ કે એક પ્રિન્ટર દિલે પણ રાખી શકાય;
પડે છે ઉઝરડા અંગત ના ઘાવથી,
કાશ કે હ્રદયે પણ મલમ લગાડી શકાય;
ના કહેલી વાતો અંગત સાથે શેર કરવી છે,
કાશ કે દિલને બ્લુટુથથી કનેક્ટ કરી શકાય;
ગાઢ અંધકાર ફેલાઇ રહ્યો છે ભીતર મહી,
કાશ કે એક LED અંતરમાં પણ ફિટ કરી શકાય;
સંબંધોના બીજ તો ક્યારના વાવી રાખ્યા છે,
કાશ કે લાગણીના ખાતર ઓનલાઈન ખરીદી શકાય;
ઘટી રહી છે જીંદગી વધતી ઉમર સાથે,
કાશ કે શ્વાસને પણ પેટ્રોલની જેમ રિઝર્વમાં રાખી શકાય;
~ ભાવિક ~