બૌ રડયા હવે થોડું હસવા તો દ્યો,
કર્મ કરી થાકી ગયા રમવા તો દ્યો.
વારેવારે લાગણી પાટે લસરી જાય,
એમાં થોડું હેતનું તેલ પુરવા તો દ્યો.
એકલ દોલક જીવવું લાગે માજા નું,
છતાં આપણું કોણ જાણવા તો દ્યો.
લગન છે લાકડા નો લાડવો તો પણ,
મન થયું છે એકવાર ચાખવા તો દ્યો.
બને નહીં સાસુ વહુનું ઘરનીમાલીપા,
બાર જઈ એકમેકમાં ભળવા તો દ્યો.
જીવન છે મુશ્કિલ ભર્યો દોર મૃત્યુ નો,
જીવતે જીવ થોડો શ્વાસ લેવા તો દ્યો.
થઇ જશે ચુપ બની લાશ"પ્રતીક"એકદી,
આજ થોડું બેફામ એને બોલવા તો દ્યો.
Dp,"પ્રતીક"