નાદુરસ્ત મનનું પ્રતિબિંબ પાડે છે અદેખાઈ.
પ્રગતિ કોઈની જોઈ એ આવે છે અદેખાઈ.
સંકીર્ણતા વિચારોની એનાં મૂળમાં હોય છે,
પ્રક્ષેપ બીજાના આખરે શોધે છે અદેખાઈ.
સુખ બીજાનું દુઃખ એના માટે બની જનારું,
જીવ પોતાનો બાળીને ગુમાવે છે અદેખાઈ.
વિશાળતા ઉરની એ ટાળવા હોવી જરુરી,
અવરને આંબવા એને મૂંઝાવે છે અદેખાઈ.
ક્વચિત પરનિંદા સહારે વલખવાની આદતે,
માનવીને કેટલી ગર્તામાં ધકેલે છે અદેખાઈ.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '