Gujarati Quote in Blog by aateka Valiulla

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

(આજ ના મનુષ્ય ની કડવી વાસ્તવિકતા)
હાં હજુ જીવંત છું હૂં...
રોજ ઊઠી ને જીવન ની એક જ પ્રક્રિયા મા પારોવાવ છું હૂં..
એ જ લોકો ની ભીડ મા પોતાનુ અસ્તિત્વ ભૂલી જાવ છું હું..
ઘેટાં બકરા નાં જેમ એજ ટોળા મા ખોવાઇ જાવ છુંહૂઁ...
હરીફાઈ ચાલતી હોઇ એમ..બધાં થી આગળ વધી જવા નાં પ્રયત્નો કરી જાવ છું હૂં..
હાસ્ય તો ખાલી નિર્જીવ હોઇ...લોકો ને દેખાડો કરવા થોડુ ખોટું હસી જાવ છું હૂં...
ઓડી કાર મા વટ થી બેસી ને...ધીમે થી મારા આંસુ લૂછી જાવ છું હું ..
મોંઘા કપડા પહેરી ને...વૈભવશાળી લોકો વચ્ચે પણ સાવ એકલો રહીં જાવ છું હૂં...
સનગ્લાસ પહેરી આંખો પર...મારી થાકેલી આંખો ને છુંપાવ છું હૂં..
લાગણીઓ નાં હજાર ખોટા ચહેરાઓ પહેરી..રોજ લોકો ને નવો દેખાવ છું હું..
જાને કોઈ નાટક ચાલતું હોઇ એમ..સક્ષમતા થી કેટલાયે પાત્રો ભજવિ જાવ છું હૂઁ .
આલીશાન ઘર માં મારા...રોજ આરામ શોધતો રહી જાવ છું હૂઁ..
ઓવર ટાઈમ મળવા ની લાંચ માં...મારા પરિવાર ને આપવાનો સમય પણ વહેચી આવ છું હૂં...
પ્રભુ પાસે બેસવાનો સમય ક્યાં છે?..એકાદ એન્ટી depresent લઇ મન ની શાંતિ મેળવી લઉં છું હું..

ઉતાવળ બહુ છે... ઝડપ થી ચાલુ છું... એમ કહો કે ભાગુ છું.. પણ પોહચ્વાનુ ક્યાં છે?એ ક્યાં જાણું છું હું..

અરીસા માં પોતાને રોજ જોવ છું... પરંતું પોતાની જાત ને જ ક્યાં ઓળખાવ છું હું ..
લગોલગ બેસી ને મારા પરિવારજનો નાં..ક્યાંક social media મા ફરી આવ છું હું...
હા... તપાસી જોઇ મે મારી શ્વાસોચ્છવાસ...શ્વાસ હજુ લઉ છું હું...
તપાસી જોયું હૃદય...સારી રીતે ધબકુ છું હું...
જો આટલું પુરતું હોઇ જીવવા માટે..
તો હા હજુ જીવંત છું હું...
~ANV~

Gujarati Blog by aateka Valiulla : 111075755
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now