કાળજું
નવજાત બાળકને
જન્મતાની સાથે જ
રસ્તા પર મૂકી દેતાં
તારું કાળજું ના કપાયું ?
તારી ભૂલ નું અનિચ્છનીય
પણ સુંદર ફૂલ એ
શાને આમ તારાં થકી જ તરછોડાયુ ?
શું થશે એનું હવે પછી ?
એ તેં સહેજ પણ વિચાર્યું ?
તારું કાળજું ના કપાયું ?
શાને ડર આ સમાજનો
જેણે એને ન સ્વિકાર્યું ?
અરે, ડર તો રાખ કુદરતનો,
તારાં કર્મ નું ફળ મળશે જ
એ નહીં કદી વિચાર્યું ?
ડૉ.સેજલ દેસાઈ
સુરત ?