કૈંક દિલ નંદવાય જાય છે શબ્દપ્રહારે.
અગ્નિવિના સળગી જાય છે શબ્દપ્રહારે.
આમ તો તીર તલવારથીય ધારદાર છે,
કદી આંખ ઉઘડી જાય છે શબ્દપ્રહારે.
અમોઘ શસ્ત્ર છે અસર કરી જંપનારું,
કોઈ જીવન હરાય જાય છે શબ્દપ્રહારે.
કોઈ તુલસીદાસ ચેતે રત્નાવલી શબ્દે,
સાક્ષાત રામ પામી જવાય છે શબ્દપ્રહારે.
ક્યાંક નરસિંહ ભાભી વચને ગૃહ ત્યાગે,
આશુતોષ શિવ શરણ થાય છે શબ્દપ્રહારે.
નાકામિયાબ રહે ઉત્તરમાં નારદના પ્રશ્ને,
વાલ્મીકિ જાગૃત થાય છે શબ્દપ્રહારે.
સાંભળી ' સાવધાન' મંડપ તજી દઈને,
રામદાસ પ્રગટી જાય છે શબ્દ પ્રહારે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '