હાલતાં ચાલતાંને છોડી પથ્થરને નમ્યો,
અને હું મૂરખ બન્યો.
પાષણમાં જ પરમેશ્વર આખરે ગમ્યો,
અને હું મૂરખ બન્યો.
ન નિહાળ્યા દરિદ્રમાં નારાયણ મેં કદીએ,
તીરથ તીરથ હું ભમ્યો.
તોય ઉરનો ઊભરો લેશમાત્ર ના શમ્યો,
અને હું મૂરખ બન્યો.
દાન દક્ષિણા દેખું અને આપી દેનારો,
પાત્રતામાં થાપ ખાઈ ગયો.
જરુરિયાતમંદ તરફ કદી ના ઢળ્યો,
અને હું મૂરખ બન્યો.
છપ્પનભોગ પ્રતિમાને ધરાવતો હું,
.... બુભુક્ષિતો ચાતરી ગયો.
કેટકેટલું કર્યું તોયે ખોટે માર્ગ વળ્યો,
અને હું મૂરખ બન્યો.
ઘરઆંગણે માતપિતાને તરછોડીને,
ગામના વૃદ્ધોને મળ્યો.
છોડી મુજ હથેળીને કોણીએ ફસાયો,
અને હું મૂરખ બન્યો.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '