ઉંઘરેટી આંખનાં કોરાંકટ સપનામાંય હરખની લીલી કૂંપળ ફૂટતી દેખાય,
સપનામાં ઘટેલ ઘટના આંખ ખોલો સવારે ને ઘટિત થાય
એય રહસ્ય તો છે નહીં ?
આળસ મરડી બેઠો થયો મનમાં એક વિચાર સવારે આદુવાળી ચા પીતાં પીતાં ,
ખુલ્લી આંખે આવેલ વિચાર ને બને હૂબહૂ જિંદગીનો હિસ્સો રહસ્ય તો છે નહીં ?
અહો...! આ તો અદલોઅદલ એજ જેથી હરખ્યાં'તાં બંધ નયન લીલી કૂંપણે !!
ઓચિંતું જ હરતાંફરતાં મોર્નિંગ વૉક કરતાં મળી જવાય એય રહસ્ય તો છે નહીં ?
ન જોયેલ ગામ ઠામેથી માગું આવે ને ફરી જવાય ચાર ફેરા ! વિસ્મય થાય નહીં !?
ચોથે ફેરે થવાય આગળ ને જીવાય સહિયારી જિંદગી એય રહસ્ય તો છે નહીં ?
~Damyanti Ashani