હરાયું મન ગોપીજનોનું બંસરીના નાદે.
થયું કામણ કેવું કેશવનું બંસરીના નાદે.
ના પૂછો વાત રાધાની કોણ કહેશે હવે?
ગુમાવ્યું શાનભાન સર્વનું બંસરીના નાદે.
પાથર્યું કામણ કેવું જયાં મોરલી બજી,
સૌને ચિંતન બસ માધવનું બંસરીના નાદે.
ગોપી તો ઘરનાં કામ ભૂલી થૈ વિહ્વળને,
શ્યામ વિના ન સૂઝે અન્યનું બંસરીના નાદે.
કોણ આલેખે મનોભાવ એના ગોપીના?
હારવું રહ્યું કવિને કલમનું બંસરીના નાદે.
નાદબ્રહ્મ જયાં પૂર્ણરૂપે પ્રકાશે સૂરથકી,
વ્યાકુળતાથી વશ થવું ઉરનું બંસરીના નાદે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '