કેટલીય વાતો છે,
જે હું તને કહેવા માંગુ છું..
પણ નથી કહેતી..
મારે તને કેટલીય વાર કહેવું છે,
અરે કેટલીય વાર શું કામ,
રોજ સવારે ઉઠી ને, અને રાત્રે સુતા પહેલા કહેવું,
કે હું તને ખુબજ એટલે ખુબજ પ્રેમ કરું છું..
પણ નથી કહેતી
મારે તને કહેવું છે...
તું મારા થી નારાજ હોય તો,
ત્યારે આ સમસ્ત સૃષ્ટિ નારાજ લાગે છે મને..
પણ નથી કહેતી
તને ખબર જ છે ને..
તું ઉદાસ હોય એ મને બિલકુલ પસંદ નથી.
તો પણ તું ઉદાસ થઇ જાય છે.
તોય હું કાંઈ નથી કહેતી..
તને ખબર છે હું તને નખશીખ જાણું છું,
હું તારા મૌન ને એક શબ્દ માં સમજી જવ છુ
પણ હું તને કાંઈ જ નથી કહેતી..
કેમ ખબર છે...?
કેમ કે તું પણ મને કેટલીય વાતો કહેવા માંગે,
પણ નથી કહેતો
એટલેજ હું તને કશું નથી કહેતી..
અને એજ સારું છે.
કેમ કે કેટલીક વાતો ની સાર્થકતા,
એને ના કહેવા માં જ રહેલી છે..
જેમ હું તારા માં રહું,
તું મારા માં રહે..
અને આપડે બંને એક બીજા માં રહીયે..
અને આપડો પ્રેમ બસ મૌન માં રહે....
---- રૂપલ પટેલ...