Gujarati Quote in Blog by Dp, pratik

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#દોસ્તી ??

સમય સંજોગ વર્ષ ભૂલતો થતી જ રહે છે,થોડી ખાટી મીઠી વાતો,એમાંય રિસમણાં તો અઢળક હોય,પણ મજા એ મજા તો દોસ્તી માં જ હોય છે,આંખો માં આંસુ આવે છે તો રૂમાલ નહીં કોઈ નો કાંધો કામ આવે છે અને એ દોસ્ત હોય છે.

મુજશે દોસ્તી કરોગે??? બસ ખાલી બોલવા માં જ એવું લાગે છે,જાણે આજે જ આપણો જન્મ થયો છે,ખુશીયો નો ખજાનો એટલે દોસ્ત કહેવાય.

આપના મન માં દબાયેલી વાતો જે આપણે આપણા માઁ બાપ ભાઈ બહેન ને કહેવામાં અચકાતા હોય એ છીયે,પણ દોસ્ત??એને કશું કહેવા માં જરાય સંકોચ નથી રાખતા,કારણ કે દોસ્ત આપણી ખુલી કિતાબ કહેવાય છે,આપણે એને કશું ના કહીયે તો પણ એ જાણીજ લે છે,અને આપણે કે કહેવા માટે મજબુર કરી દે છે.

અને આપણે ના છુટકે કહેવું જ પડે છે.

દોસ્તી;- એટલે હાસ્ય,શીખ,સમજણ,નિઃસ્વાર્થ,નિરાકાર,સંબંધ,જે ભાગ્યેજ કોઈક ને મળે છે,જેને દોસ્ત મળે એ નસીબદાર કહેવાય.

પોતાની જરૂરિયાત પુરી પાડવા માટે લોકો હાથ તો મિલાવી લે છે,પણ નિભાવતા નથી એને કદી દોસ્ત ના કહેવાય,દોસ્તી મહેસુસ થવી જોઈએ,હૃદય થી હ્ર્દય મળવું જોઈએ,એક બીજા ની ફિકર થવી જોઈએ,એનું નામ દોસ્તી.

આવું શક્ય નથી ને?? તમને લાગે છે શક્ય નથી,મને તો મળ્યું છે આવું પાત્ર,જેને હું જીવન ભર ચાહતો રહીશ યાદ કરતો રહીશ એની સાથે હસ્તો બોલતો,જીવન ને માણતો રહીશ. કારણ કે દોસ્તી નશીબ છે,અને નશીબ કાયમ નથી ખુલતા,નશીબ એકજ વાર ખુલે,પછી ઉંમર કોઈ પણ હોય,નશીબ ઉંમર જોઈને નહીં સ્વભાવ જોઈને ખુલે છે.

મારા હ્ર્દય નો ધબકાર,એ દોસ્ત છે મારી,
મીઠા સંબંધ નો કંસાર,એ દોસ્ત છે મરી.

##તમે_પણ_ભરોસો_રાખો_દોસ્તી_પર_જીવન_ગમવા_લાગશે .
????????????

Dp,"પ્રતીક"

Gujarati Blog by Dp, pratik : 111072259
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now