શબ્દોની ખેડવી રહી સદા સફર મારે.
એનાથી ઊપજાવી રહી અસર મારે.
શબ્દ એ જ હાથવગું હથિયાર મારે.
શબ્દથકી લાવવી ક્રાંતિ વિચાર મારે.
અભિવ્યક્તિ ઉરની થઈને રહેનારી,
સત્ય સંગાથે આપવો આધાર મારે.
ક્યાંક તૂટતો તો ક્યાંક જોડાઈ જતો,
ત્રૂટક ત્રૂટક આપવાનો આકાર મારે.
અંત્યાનુપ્રાસે અભિવ્યક્તિ શોભતી,
સદાય રહ્યો શબ્દતણો સંસાર મારે.
ચૈતન્ય જોષી પોરબંદર.. ' દીપક '