જર્જરીત થયેલી કબર ને સરખી કરવાનું પણ કોઈ ને યાદ નથી,
એ માલિક પુરી થયેલી જિંદગી માં હવે કોઈ ફરિયાદ નથી,
સુખી રાખજે મારા અવતારો ને એ મોઉલા
આ કળિયુગ નો સમય છે ઉપર
બાકી આ જમીન ની અંદર હવે કોઈ વિખવાદ નથી,
આ દંભી દેહ ની વિદાય લીધી છે
હવે લાંબી શાંતિ સિવાય કોઈ વિકલ્પ નથી
બંધ આંખો થયા પછી માનવ જીવન નો કોઈ સંકલ્પ નથી
ને આ તુરબત ની બાજુ માં ઉભેલા ચહેરાઓ માં હવે કોઈ ને વેર નથી
કોઈ ફૂલ આપી જાય છે તો કોઈ મહેક આપી જાય છે
પણ આ આત્મા માં હવે એ સ્વીકારવાનો કોઈ ઉમંગ નથી
-અફઝલ પોપટીયા