2018 નો છેલ્લો દિવસ.. good wishes થી કાલે phn ભરાઈ જશે.. એ બધા માં ક્યાંય મારે કઈક કેવાનું રહી ના જાય એટલે આજે જ લખી દેવાનું વિચાર્યું.. આજ નો દિવસ એટલે આમ જોવા જઈએ તો આખા વર્ષ ની સફર પર એક નજર મારવા જેવું ખરું.. કેટલાક માટે સફળતા તો કેટલાક માટે હજુ વધુ પ્રયત્ન કરવા નું વર્ષ રહ્યું હશે..
મારા માટે આ વર્ષ એક નવા આધ્યાય નું વર્ષ રહ્યું.. એ મારા નોકરી ધંધા ને લગતું હોય કે મારા શોખ ને લગતુ.. આ વર્ષ એ મને એક નવો પરિવાર આપ્યો.. નવા મિત્રો આપ્યા.. નવા પદ મળ્યા તો નવા સબંધો મળ્યા.. દિવસ ભર ની ભાગદોડ ને પૈસા પાછળ ની આ દોટ માં આપણે ક્યાંક hi ને bye માં જ વાતો કરતા થયા છીએ.. ત્યારે આ પરિવાર એ મને વાત કરતા શીખવ્યું.. મતલબ થી વાતો તો બધા કરે.. પણ વગર મતલબે પોતાના પર હસતા મને આ પરિવારે શીખવ્યું..ખેલદિલી નો ખરો અર્થ શીખવ્યો.. જીવન ઉજવતા શીખવ્યું.. માણતા શીખવ્યું.. સાચું કહું તો મારા એકાંત થી મને ઉપાડી ફરી કિલ્લોલ કરતા શીખવ્યું..આભાર શબ્દ પરિવાર ને ના હોય.. તોય એકવાર કેવું છે thank you દોસ્તો હું જેવું છું એવી સ્વીકારવા બદલ..?