આજકાલ આપણે બધા બહુ જલ્દી કોઈ ને "judge" કરીએ છીએ.. આ આપણે શબ્દ માં તમે ને હું બધા આવી ગયા.. એક વાક્ય પર થી judge.. એકાદ picture પર થી judge.. એકાદ વર્તણુક પર થી નક્કી કરી લઈએ કે આ આમ જ છે... આ આવા જ છે..હમણાં fb twitter insta નો ઉપયોગ વધ્યો છે.. ઘણી વખત કમેન્ટ વાંચીએ તો એમ થાય કે આ સમાજ ક્યાં જઈ રહ્યો છે! વાણી સ્વતંત્રતા ને આપણે કઈ રીતે વાપરી રહ્યા છીએ... રોજ good morning ના સુવાક્ય મોકલનાર બધા એ સુવાક્ય follow કરતા હોય એવું જરૂરી નથી..એવી જ રીતે રોજ જે દેખાય છે એવું છે નહીં ને જે છે એ ઘણી વખત આપણે જોઈ જ નથી શકતા..એક જ વાત નવું વર્ષ શરૂ થાય એ પેલા મારે કરવી છે...આ કોઈ પણ વ્યક્તિ ને judge કરવાનું બંધ કરીએ.. તમારો કોઈ વ્યક્તિ કે કોઈ વલણ માટે ગુસ્સો હશે પણ એને ખરાબ શબ્દો નું રૂપ કદી ના આપીએ... વિરોધ કરવા યોગ્ય લાગે તો કરો પણ મર્યાદા, વિવેક, સમજણ આવા શબ્દો ને જીવન ના શબ્દકોશ માં સ્થાન આપો.. # ખુદ ને બદલો