શબ્દોની સફર માત્ર મગજ સુધી જ થાય છે,
આવું જ કેમ થાય છે?
દોષ બીજાનાં હંમેશાં બધાંને બસ દેખાય છે,
આવું જ કેમ થાય છે?
મોટી માછલી હંમેશાં નાનીને બસ ખાય છે,
આવું જ કેમ થાય છે ?
સત્તાધારીની સન્મુખ સદા " હાજી હા " થાય છે,
આવું જ કેમ થાય છે?
પ્રમાણિકને સહેવા કાજે પ્રહારો અપાય છે,
આવું જ કેમ થાય છે?
ભ્રષ્ટાચારી આસપાસ ' ભાઈભાઈ' બોલાય છે,
આવું જ કેમ થાય છે ?
ભલાભોળાનો ફજેતો દુનિયામાં કેવો પરખાય છે,
આવું જ કેમ થાય છે ?
ન્યાય તોળવામાં પરમેશ્વર પાછળ રહી જાય છે,
આવું જ કેમ થાય છે?
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '