ઉડવાની આશ પૂરી કરે છે હીંચકો.
પક્ષીની જાત જાણે ખરે છે હીંચકો.
શિશુને અતિપ્રિય લાગે છે હીંચકો .
પારણાથી જ બસ જાગે છે હીંચકો.
ગગનવિહારી થવાની રહી અભિપ્સા,
આવનજાવન કરીને શોભે છે હીંચકો.
ખ્યાલ લોલકનો અહીંથી આવ્યો હશે,
ધરાથી અધ્ધર એને ફાવે છે હીંચકો.
કલ્પના કે લાલચનું નામ બીજું હશે,
આભ આંબવાને એ મથે છે હીંચકો.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '