ખરીદવું નથી કંઈ બજારે શું જઈએ
રખડવા ના ખાલી વિચારે શું જઈએ
હયાતીમાં વાગ્યા 'તા કંટક ની માફક
લઈ ફૂલ એની મજારે શું જઈએ
" નહીં પાછા ફરીએ " કહી નીકળ્યા છી'
હવે નાવ લઈને કિનારે શું જઈએ
ગગન આંખ મિંચવાથી ભીતર મળે છે
પછી કોઈ ઊંચા મિનારે શું જઈએ
અમે રાતવાસો નથી ક્યાંય કરતા
મળ્યા ને આ ચાલ્યા ઉતારે શું જઈએ !
હરકિસન જોષી