હા માંગી એ ચીજ,જે ભાગ્યમાં નથી હોતી,
કરી બેઠો એની જીદ,જે ભાગ્યમાં નથી હોતી.
હસ્તી છે નાની મારી કામ સાવ ખોટા,
તોય રાખી ઉમ્મીદ,જે ભાગ્યમાં નથી હોતી.
આ તરફ ખાઈ ઊંડો કૂવો સામે કોર,
ધારી એ મંજિલ,જે ભાગ્યમાં નથી હોતી.
કરવા કરમ મોટા ક્યાં પડે છે પૈંડ પાછું,
ખીણમાં દાંટી મીણ,જે ભાગ્યમાં નથી હોતી.
લઇ સથવારો શબ્દનો ફરું ચારે કોર,
સમજે એની રીત,જે ભાગ્યમાં નથી હોતી.
હા કિસ્મતનું પાંદ આવ્યું મારે હાથ,
ઘૂંટી બેઠો જીત,જે ભાગ્યમાં નથી હોતી.
જોડવાથી બે હાથ ઈશ્વર ક્યાં મળે"પ્રતીક"
માંગી હર એ વિષ,જે ભાગ્યમાં નથી હોતી.
Dp,"પ્રતીક"