Gujarati Quote in Blog by Abhi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક કલ્પના માત્ર.. ભાગ-1

આ વાર્તા એક વૃક્ષ અને પંખી ની છે..

એક સુંદર જંગલ હતું એ જંગલમાં ઘણા લીલા વૃક્ષો હતા પણ એક વૃક્ષ એવું હતું કે જેમાં પાંદડાં, પુષ્પ, કે ફળ છે કશું હતું જ નય માનો જેમ કે પાનખર ૠતુ માં વૃક્ષ કેવું થય જાય જીવ હોવાં છતાં પણ નિર્જીવ લાગે બસ એવું જ. ખાલીખમ.

એક દિવસ એક પંખી પોતાની ધૂનમાં મસ્ત અવાજ કરતું ઊડતું હતું. માનો કે કદાચ એણે હમણાં જ ઉડાન ભરતાં શીખ્યું હોય. ઉડતા ઉડતા એની નજર એ વૃક્ષ પર પડી જે નિર્જીવ હતું. પંખી એ આજુ બાજુના વૃક્ષોને પણ જોયા એ બધાં વૃક્ષો ભરાવદાર હતાં અને રંગબેરંગી પક્ષીઓ કલરવ કરતાં હતાં અને મસ્ત ફળો પણ લાગ્યા હતાં. એ જોઈને એ પંખી પોતાના માર્ગે ચાલ્યું ગયું. આ ઘટનાક્રમ રોજે રોજ થતો રહ્યો.

એક દિવસ એ પંખી ને વિચાર આવ્યો કે આ વૃક્ષ બિચારું કેટલું બદનસીબ છે. આજુ બાજુમાં બધા વૃક્ષો પર પક્ષીઓ નો કલરવ રહ્યાં કરે છે અને આ વૃક્ષ એકદમ એકલું છે. કોઈ પક્ષી ત્યાં જતુ જ નથી સાવ આવું. ? બિચારું કેટલો એકલો છે એ કેવું લાગતું હશેં એને હેં. ?
પંખી એ એક નિર્ણય કર્યો કે હું આજથી ત્યા વિશ્રામ કરીશ એ બહાને એની એકલતા પણ દૂર થશે. પછી રોજ સૂર્યોદય ના સમયે એ પંખી આવે ત્યાં થોડી વાર વિશ્રામ કરે અને એના મીઠા સુર છેડે અને એ આ વૃક્ષ ને પ્રફુલ્લિત કરી પોતાના માર્ગે જતું રહે. અને સૂર્યાસ્ત ના સમયે પણ એ ત્યાં આવે થોડો વિશ્રામ કરે અને જતું રહે પોતાના માળા તરફ. આ નિત્યક્રમ રોજ બરોજ ચાલવા લાગ્યો.

વૃક્ષ ને વિચાર આવ્યો કે આ પંખી કેમ મારી ડાળ પર આવી ને બેસે છે..? અન્યો ની જેમ કેમ બીજા વૃક્ષો પર નથી જતું.? એને થયું કે લાવ હું એને પુછી જ લવ એમ પણ પછી થયું કે યાર જો મેં પુછ્યું અને એને ખોટું લાગ્યું તો.? મને તો આ મધુર સ્વર સાંભળવા જ નહીં મલે એટલે એણે કશું જ ના પુછ્યું બસ એ પણ રોજ આનંદ માણતો રહ્યો અને દિવસો વિતાવતો રહ્યો.. ક્રમશઃ

@અભિ / @ઓમ

Gujarati Blog by Abhi : 111066833
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now