Gujarati Quote in News by Umakant

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ એમ ટ્રા સ અમેત્રાસ. અમદાવાદ મ્યુનીસિપાલીટિ પહેલા 'બરો' હતી. ત્યારે પ્રાયવેટ બસ સર્વિસ મુનશી નામના સદ્દગૃહસ્થ ચલાવતા. તેમની બસો, નાની બેબી બસ, નાના રમકડા જેવી. સીટ કરતા પેસેન્જર વધુ.
શહેરીજનેનો વટ પણ કેવો! રસ્તે ચાલતા જતા હોય અને બસમાં બેસવાનું મન થાય તો પાછળ બસ આવતી દેખાય એટલે હાથ ઉચે કરી ઇશારો કરે એટલે ડ્રાઇવર તેમના પગ સુધી બસ લાવી ઉભી રાખે અને શહેરીજન રૂઆબભેર તેમાં સવારી કરે. અમદાવાદના રસ્તા નાના, સાંકડા અને ખાડા ટેકરા વાળા. સીટ ખાલી ન મળે તો ઉભા ઉભા મુસાફરી કરવી પડે. ઊંટ પર સવારી જેવી બસની સવારી. ઉભેલા મુસાફરોના માથા બસના છાપરા (છત) જોડે એક તાલ, ત્રિતાલ કે છપતાલમા તાલ મિલાવે.

પછી મ્યુનીસિપાલીટિ કોર્પોરેશનમાં પરિવર્તિત થઈ.વહીવટમા સુધારો થયો. મુનશી પાસેથી બસ સર્વિસ હસ્તગત કરી. અને નવું નામાભિદાન " અમદાવાદ મ્યુનીસિપલ ટ્ર્ાન્સપોર્ટ સર્વિસ " થયું. હનુમાનજીના પુછડા જેવું આવું લાંબું નામ બોલતા ન ફાવે એટલે લોકોએ તેનું મીની રૂપ "એ એમ ટી એસ" કર્યું. જોકે રસ્તાઓમાં હજુ જોઈએ તેવો સુધારો થયો ન હતો. આથી બસ સર્વિસ " અ મ્યુ ત્રા સ" ત્રાસદાયક હતી.લોકોમાં તે "અંગ તોડ માથાફોડ ત્રાસ સર્વિસ" તરીકે જાણીતી થઈ.

ટ્ર્ાન્સપોર્ટ મેનેજર તરીકે શ્રી જયંત હ.શુક્લ આવ્યા, વહીવટ સુધર્યો અને વિશ્વની સુંદર વહિવટક્ષમ બસ સર્વિસ તરીકે નામના પામી.

Gujarati News by Umakant : 111066447
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now