હે નાથ...
પ્રભુ કરાવજો મારા થકી સહુ ના મુખ પર સદા સ્મિત નું અવતરણ
પણ કદી ના બંધાય મારા થકી કોઈ ના નયનો માં અશ્રુ ના તોરણ
હે નાથ કૃપા કરી સ્થાન આપજો તમારે ચરણ અને રાખજો તમારે શરણ
પ્રભુ બનાવજો મને કોઈક ની જિંદગી ની સફળતા ની સીડી ની ટેકણ
પણ કદી ના બનાવશો મને કોઈ ના પ્રગતિ ના પંથ ની અડચણ
હે નાથ કૃપા કરી સ્થાન આપજો તમારે ચરણ અને રાખજો તમારે શરણ
પ્રભુ આપજો મને સહુ ના દિલ ની વાત સમજવા ની સમજણ
પણ કદી ના બનાવશો મને કોઈ ની લાગણી દુભાવા નું કારણ
હે નાથ કૃપા કરી સ્થાન આપજો તમારે ચરણ અને રાખજો તમારે શરણ
પ્રભુ કરાવજો મારા થકી સમદ્રષ્ટિ અને સમભાવ નું સદા આચરણ
પણ કદી ના કરાવશો મારા થકી ભેદભાવ અને વેર નું વિસ્તરણ
હે નાથ કૃપા કરી સ્થાન આપજો તમારે ચરણ અને રાખજો તમારે શરણ
પ્રભુ ખામી અને ખૂબી સહીત મારુ આ અસ્તિત્વ તમને કરું છું અર્પણ
પ્રભુ સ્વીકારજો મારા સઘળા કર્મો નું અર્ધ્ય જે કરું છું તમને સમર્પણ
હે નાથ કૃપા કરી સ્થાન આપજો તમારે ચરણ અને રાખજો તમારે શરણ