English Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#મારા_પપ્પા

હું નાનપણથી નહિ પણ જનમથી જ થોડી જીદ્દી છું એમ કહું તો ચાલે ! જ્યારથી સમજણી થઈ ત્યારથી મને યાદ નથી કે હું ક્યારેય કોઈની વાતોમાં આવી ગઈ હોઉં અને મારું કોઈ કામ કે ઈચ્છા પડતી મૂકી હોય!

મારી ઈચ્છા ડૉક્ટર થવાની હતી. બાર સાયન્સમાં ખૂબ મહેનત પણ કરેલી. એ વખતે કોઈ ટ્યુશન ટીચર મને મારા પ્રાયમરી ટીચર જેવા પ્રેમાળ અને છોકરાના હીત ખાતર ભણાવનારા ન મળ્યા અને મેં ટ્યુશન રાખવાની મનાઈ કરી દીધી. ગણિતની મને પહેલાથી જ બહું બિક લાગતી એટલે એનું ટ્યુશન રખાવેલું, બાકીના વિષય જાતે ભણીને તૈયાર કરેલા. પરિણામ આવી ગયું. ફોર્મ ભરાઈ ગયા.

પપ્પાએ શાંતિથી કહ્યું કે, “થોડાંક ટકા ઓછા છે એટલે મેડિકલ કોલેજમાં દાખલો નહિ મળે! Dentist કે ફિસીઓથેરાપીસ્ત બની શકાય!”

“ના. હું કોઈના સડેલા દાંત નહિ ખોતરું. ફિઝીઓ પણ મને નથી પસંદ!” મેં મોઢું ચઢાવીને કહી દીધું.

એ હસ્યા થોડું, “દાંતના ડૉક્ટર પણ સારું કમાય.”

“ના એટલે ના." જીદ્દી તો હું જન્મી ત્યારની છું...પહેલા જ કહ્યું.

“એન્જિનિયરિંગ કોલેજમાં જોઈએ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કેમિકલ એન્જિનિયરિંગ સારી બ્રાન્ચ છે, ગર્લ્સ ક્વોટામાં એડમિશન મળી જઇ શકે.” એમણે મને સમજાવવાના પૂરા પ્રયત્ન કર્યા.

“તમને ખબર નથી મને એન્જિનિયર જરાકે પસંદ નથી!” ??? “એ લોકો કેટલાં ગણતરીબાજ હોય છે. હું તો કોઇ એન્જિનિયર સાથે મેરેજ પણ નહિ કરું!” બિચારા પપ્પા! એમણે થોડીવાર વિચાર્યું અને કહ્યું,

“તો ફાર્મસીમાં પ્રયત્ન કરીએ. એમાંય ઘણા સ્કોપ છે. અમદાવાદમાં સરકારી કોલેજ પણ છે.”

“હા, એ સારું છે. હું પછી કોઈ ડૉક્ટર સાથે મેરેજ કરી લઈશ. એ દર્દી તપાસશે અને હું દવા આપીશ..! ગાંધીનગરમાં ફાર્મસી કોલેજ નથી?” હું ખુશ થઈને બોલેલી.

હસવું આવ્યું હોય તો હસી લો... ઘણાં લોકો કહેતા આ છોકરી ગાંડી છે...એ જેવું વિચારે એવું જ થવાનું નક્કી જાણે! પણ, મારા પપ્પા કહેતા, “મારી દીકરી સપના જુએ છે અને એને પુરા કરવા પ્રયત્ન કરે છે, એ જેવું વિચારે છે એવું જ કરીને દેખાડશે." એમનો મારા પરનો વિશ્વાસ મને નવું બળ આપતો...મારી દરેક વાતમાં મારા પપ્પાએ વિશ્વાસ મૂક્યો.

આખરે મેં ગાંધીનગરમાં જ, મારા ઘરથી નજીકની જ ફાર્મસી કોલેજમાં દાખલો લીધો અને કોલેજ પૂરી થતાં જ ગાંધીનગરના જ ડૉક્ટર છોકરા સાથે મેરેજ પણ કર્યા...!!
હાલ મારા એ દર્દી તપાસે અને હું એ દર્દીને દવા આપુ...ઘણી વખત એમને દર્દીને સમજાવવામાં સમય લાગે તો એ વખતે વાર્તા લખું છું... ભગવાને આ હુનર બોનસ રૂપે આપ્યું...?

ચાલો ત્યારે આજે આટલું બસ...?
©Niyati Kapadia

Niyatikapadia.

English Blog by Niyati Kapadia Nirjhar : 111065264
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now